બિહારમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 4 લોકોના મોત; 100થી વધુ ઘાયલ
બિહારના બક્સરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બક્સર જિલ્લાના રઘુનાથપુર જંક્શન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા છે જ્યારે 100થી વધુ મુસાફરો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત ગત રાત્રે લગભગ 10 વાગ્યાના અરસામાં થયો હતો. અકસ્માત બાદ રેલ્વે અને સ્થાનિક વહીવટીતંત્રની…