ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા અને ટેસ્ટ તેમજ વન-ડે ટીમના સુકાની શુભમન ગિલે વર્ષ 2025ને તેના જીવનનું અત્યંત મહત્વનું વર્ષ ગણાવ્યું છે. નવા વર્ષ 2026ના પ્રારંભે સોશિયલ મીડિયા પર ગત વર્ષના સંભારણાં તાજા કરતા ગિલે જણાવ્યું હતું કે, આ વર્ષ તેના માટે સફળતા અને પડકારોનું મિશ્રણ રહ્યું છે, જેમાંથી તેણે ઘણા મૂલ્યવાન પાઠ શીખ્યા છે.
ચડાવ-ઉતારનું વર્ષ: ટેસ્ટમાં શિખર સર કર્યું, T20માં સંઘર્ષ શુભમન ગિલ માટે 2025નું વર્ષ વિરોધાભાસી સાબિત થયું હતું. એક તરફ લાલ બોલની ક્રિકેટ (ટેસ્ટ)માં તેણે રનનો પહાડ ખડક્યો હતો, તો બીજી તરફ ટૂંકી ફોર્મેટ (T20)માં તેને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 5 ટેસ્ટ મેચોમાં 75.40ની સરેરાશથી 754 રન ફટકાર્યા હતા, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. આ પ્રવાસમાં તેણે અણનમ 269 રનની કેરિયર બેસ્ટ ઇનિંગ રમીને અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.
જોકે, T20 ફોર્મેટમાં ગિલ ફોર્મ માટે ઝઝૂમતો દેખાયો હતો. વાઇસ કેપ્ટન હોવા છતાં ખરાબ ફોર્મને કારણે તેને T20 વર્લ્ડ કપની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. T20માં તેણે 15 ઇનિંગ્સમાં માત્ર 24ની એવરેજથી 291 રન બનાવ્યા હતા, જેમાં એક પણ અર્ધસદી નહોતી.
નેતૃત્વની નવી જવાબદારી ગિલ માટે આ વર્ષે સૌથી મોટી ઉપલબ્ધિ ભારતીય ટેસ્ટ અને વન-ડે ટીમનું સુકાનીપદ મેળવવાની રહી હતી. તેના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી હતી. આ ઉપરાંત, વન-ડે ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું હતું. તેણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોતાની લાગણી વ્યક્ત કરતા ગિલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “2025 મારા માટે ખરેખર ખાસ રહ્યું. આ વર્ષે મને ઘણી યાદો અને અનુભવો આપ્યા છે. હું આ તમામ પાઠને સાથે રાખીને 2026માં આગળ વધવા તૈયાર છું.” ગિલનું આ નિવેદન દર્શાવે છે કે તે પોતાની નિષ્ફળતાઓને સ્વીકારીને વધુ મજબૂત બનીને મેદાનમાં ઉતરવા માટે મક્કમ

