આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન થયું હતું. આજની આ બેઠક એટલા માટે પણ ખાસ હતી કારણ કે આજની આ બેઠકમાં ઘણા મુદ્દાઓને આવરી લેવામાં આવશે તેમ હતું. જેમાં એક મુદ્દો હાલ પ્રેમલગ્નનો છે જે ખૂબ ચર્ચામાં છે. ત્યારે શું પ્રેમલગ્નના નવા નિયમોને મંજૂરી મળશે કે કેમ તે અંગે ઘણી અટકળોએ જોર પકડયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આજની કેબિનેટની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરવાની પણ ચર્ચા થવાની હતી. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર ના પ્રવાસે છે. પીએમ મોદી આગામી દિવસોમાં કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાયબ્ર સમિટમાં ભાગ લેવા માટે ગુજરાતના પ્રવાસે છે.
ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં આગામી બજેટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થવાની હતી. જેમાં રાજ્ય સરકારની આગામી આયોજનો અને નીતિગત વિષયો પણ બેઠકમાં કેન્દ્રનું સ્થાન હતું. આટલું જ નહીં પણ આજની બેઠકમાં ખેડૂતો માટે પણ ચર્ચા મુખ્ય સ્થાને હતી જેમાં ખાસ કરીને રવિ સિઝનમાં રવિપાક માટે રાસાયણિક ખાતર અને સિંચાઈના પાણી અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે તેવું મનાઈ રહ્યું હતું.
આજે મળેલી બેઠકને લઈને સૌથી વધુ એ ચર્ચાએ જોર પાક્યું હતું કે શું કેબિનેટ લગ્નનોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી આપશે કે નહીં. પણ છેલ્લી 2 કેબિનેટ બેઠકમાં પ્રેમલગ્નની નોંધણીના નિયમોમાં સુધારાની ચર્ચા થિયા જ નથી. હજુ પણ આ મુદ્દે ચર્ચા મુલતવી રહી છે. જો કે 15 દિવસ અગાઉ મળેલી કેબિનેટમાં નવા નિયમો અંગે થવાની હતી ચર્ચા પણ હજુ સુધી આ અંગે બેઠકમાં ચર્ચા થઈ નથી.
પહેલા તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા કરાવવામાં આવતી હતી હવે આ લગ્ન નોંધણીની ફાઈનલ પ્રક્રિયા વર્ગ 2 અધિકારી પૂર્ણ કરશે. તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી વર્ગ 2 અધિકારીને મોકલશે.પ્રેમલગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા-પિતાને નોટિસ મોકલાશે.

