Thursday, 19 Feb 2026
Subscribe
Gujarat TALK |  Updates & Viral Stories
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
Reading: ગુજરાતમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના નવા સેક્શન પર ટોલ દરો જાહેર, જાણો કેટલો ખર્ચ થશે
  • 🔥
  • ગુજરાત
  • Top News
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • સ્પોર્ટ્સ
  • ધર્મ
  • gujarat
  • હેલ્થ
  • Gujarat Government
Font ResizerAa
Gujarat TALK |  Updates & Viral StoriesGujarat TALK |  Updates & Viral Stories
Search
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
Have an existing account? Sign In
Follow US
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
© 2026 Gujarat Talk News Network. All Rights Reserved.
ગુજરાતTop News

ગુજરાતમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના નવા સેક્શન પર ટોલ દરો જાહેર, જાણો કેટલો ખર્ચ થશે

Gujarat Talk Team
Last updated: January 14, 2026 3:47 pm
Gujarat Talk Team
ByGujarat Talk Team
We bridge the gap between breaking news and meaningful analysis for the global Gujarati community.
Follow:
Share
SHARE

સુરત: ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે’ (Delhi-Mumbai Expressway) પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા કિમ (મોતી નારોલી), ઈના અને ગણદેવા વચ્ચેના નવા સેક્શનને વાહનવ્યવહાર માટે ખુલ્લું મુકવાની સાથે જ નવા ટોલ દરોનું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવા રૂટના પ્રારંભથી દક્ષિણ ગુજરાત અને વડોદરા વચ્ચેની કનેક્ટિવિટી વધુ વેગવંતી બનશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મુસાફરી માટે ખિસ્સું કેટલું હળવું કરવું પડશે?

નવા જાહેર કરાયેલા દરો મુજબ, જો તમે કાર, જીપ, વાન કે SUV જેવા નાના વાહનો લઈને ગંદેવા થી ઈના તરફ જઈ રહ્યા હોવ, તો તમારે 80 રૂપિયા ટોલ ચૂકવવો પડશે. જ્યારે ગણદેવાથી મોતી નારોલી (કિમ) સુધીના પ્રવાસ માટે 175 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા છે. સૌથી લાંબો પ્રવાસ એટલે કે ગણદેવાથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે (NE-1) સુધી જવા માટે વાહનચાલકોએ 480 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવો પડશે.

ઈના એક્ઝિટ પોઈન્ટથી મુસાફરી શરૂ કરનારાઓ માટે પણ અલગ દર નક્કી કરાયા છે. ઈનાથી મોતી નારોલી જવા માટે 95 રૂપિયા અને વડોદરા (NE-1) કનેક્શન માટે 400 રૂપિયા ચુકવવાના રહેશે. બીજી તરફ, મોતી નારોલીથી વડોદરા તરફ જતી વખતે 305 રૂપિયા ટોલ લાગુ થશે. વળતી મુસાફરી માટે NHAI ના નિયમ મુજબ દોઢ ગણો ટોલ વસૂલવામાં આવશે, જોકે ફાસ્ટેગ (FASTag) ધારકોને નિયમ મુજબના લાભો મળવાનું ચાલુ રહેશે.

સુરત અને દક્ષિણ ગુજરાત માટે મહત્વનું જોડાણ

ભૌગોલિક દ્રષ્ટિએ આ સેક્શન સુરત માટે અત્યંત મહત્વનો છે. સુરત શહેર કે જિલ્લામાં આવવા માંગતા વાહનચાલકોએ ‘ઈના’ એક્ઝિટનો ઉપયોગ કરવાનો રહેશે. નિષ્ણાતોના મતે, આ એક્સપ્રેસવે કાર્યરત થવાથી જૂના નેશનલ હાઈવે-48 પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને ઈંધણ તેમજ સમયની મોટી બચત થશે. NHAI ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર ઉચ્ચ ગુણવત્તાની સુરક્ષા સુવિધાઓ અને સ્પીડ લિમિટનું કડક પાલન કરવામાં આવશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે આર્થિક વિકાસની નવી રફ્તાર

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi-Mumbai Expressway) માત્ર બે મહાનગરોને જોડતો રસ્તો નથી, પરંતુ તે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ સાબિત થવા જઈ રહ્યો છે. 1,386 કિમી લાંબો આ આઠ-લેનનો હાઈવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. ગુજરાતમાં તેનો મોટો હિસ્સો પસાર થાય છે, જે ઔદ્યોગિક હબ ગણાતા સુરત, ભરૂચ અને વડોદરાને સીધો ફાયદો પહોંચાડશે. આ પ્રોજેક્ટથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની અને સ્થાનિક રોજગારી વધવાની પ્રબળ શક્યતાઓ છે.

નવા ટોલ દરો લાગુ થવાથી હવે આધુનિક માર્ગ પર મુસાફરી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. વડોદરાથી સુરત અને નવસારીના અંતરિયાળ વિસ્તારો હવે ગણતરીના સમયમાં કાપી શકાશે, જે પ્રાદેશિક વેપાર અને પર્યટન માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

TAGGED:Delhi-Mumbai ExpresswayEna Toll PlazaGandeva Toll RatesGujarat Expressway NewsKim to Vadodara TollMoti Naroli TollNHAI Toll Rates
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print
ByGujarat Talk Team
Follow:
We bridge the gap between breaking news and meaningful analysis for the global Gujarati community.
Previous Article ઓપરેશન સિંદૂર (Operation Sindoor) જારી રહેશે! 🇮🇳 સેના પ્રમુખે પાકિસ્તાનને આપી ખુલ્લી ચેતવણી. Terrorism to Tourism: કાશ્મીરની બદલાતી વાસ્તવિકતા, General Upendra Dwivedi એ જાહેર કર્યું પાકિસ્તાનનું નવું ‘ડેથ વોરંટ’
Next Article ગુજરાતમાં વાસી ઉત્તરાયણે પવનની ગતિમાં વધારો: પતંગબાજો માટે સાનુકૂળ માહોલ વચ્ચે ઠંડીનો ચમકારો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

ગુજરાતTop News

અમદાવાદના અસારવાથી ઉદયપુર વચ્ચે દોડશે નવી Vande Bharat Express: હિંમતનગર સહિત ગુજરાતના 21 શહેરો હવે હાઈ-સ્પીડ રેલ નેટવર્ક પર

By Gujarat Talk Team
ગુજરાતTop News

ગુજરાતની શાળાઓમાં ‘Bomb Threat’નો ફફડાટ: અમદાવાદ અને વડોદરાની 30થી વધુ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી

By Gujarat Talk Team
Gujarat TALK |  Updates & Viral Stories
Facebook Twitter Youtube Instagram Medium

About US


Gujarat TALK News: Your instant connection to breaking stories and live updates. Stay informed with our real-time coverage across politics, tech, entertainment, and more. Your reliable source for 24/7 news.

© Gujarat TALK News Network. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Contact
  • Accessibility statement