Sunday, 22 Feb 2026
Subscribe
Gujarat TALK |  Updates & Viral Stories
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
Reading: વડોદરા: ‘પહેલા કામ કરો પછી બેઠક’, લેટર બોમ્બ બાદ ધારાસભ્ય કેતન ઈનામદારનો સંકલન બેઠકનો બહિષ્કાર
  • 🔥
  • ગુજરાત
  • Top News
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • સ્પોર્ટ્સ
  • ધર્મ
  • gujarat
  • હેલ્થ
  • Gujarat Government
Font ResizerAa
Gujarat TALK |  Updates & Viral StoriesGujarat TALK |  Updates & Viral Stories
Search
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
Have an existing account? Sign In
Follow US
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
© 2026 Gujarat Talk News Network. All Rights Reserved.
ગુજરાતTop News

વડોદરા: ‘પહેલા કામ કરો પછી બેઠક’, લેટર બોમ્બ બાદ ધારાસભ્ય કેતન ઈનામદારનો સંકલન બેઠકનો બહિષ્કાર

Gujarat Talk Team
Last updated: January 17, 2026 12:04 pm
Gujarat Talk Team
ByGujarat Talk Team
We bridge the gap between breaking news and meaningful analysis for the global Gujarati community.
Follow:
Share
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા વડોદરા સંકલન બેઠકનો બહિષ્કાર - બ્રેકિંગ ન્યૂઝ.
SHARE

વડોદરા: વડોદરા જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. વડોદરાના 5 ધારાસભ્યો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ‘લેટર બોમ્બ’ બાદ આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વધુ એક આક્રમક વલણ અપનાવતા સરકારી સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો છે. ધારાસભ્યના આ કડક વલણને કારણે વહીવટી તંત્ર અને સરકારમાં દોડધામ મચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

થોડા દિવસો પૂર્વે વડોદરાના 5 ધારાસભ્યોએ સિસ્ટમ સામે સવાલો ઉઠાવતો મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો, જેને રાજકીય વર્તુળોમાં ‘લેટર બોમ્બ’ તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે સવાલણીના ધારાસભ્યએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આયોજિત જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં હાજર રહેવાને બદલે તેમણે તેનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો. ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી મતવિસ્તારના જૂના અને પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ આવી કોઈ પણ બેઠકમાં ભાગ લેશે નહીં.

જનતાના કામોમાં વિલંબ સામે નારાજગી

કેતન ઈનામદારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે વારંવાર સંકલન બેઠકોમાં લોકહિતના પ્રશ્નો રજૂ કરીએ છીએ, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે. કાગળ પર કામો મંજૂર દેખાય છે અને ગુલાબી પિક્ચર દેખાડવામાં આવે છે પણ વાસ્તવિકતામાં જમીન પર કોઈ કામ થતું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે સંકલન બેઠકમાં જઈને માત્ર ચા-નાસ્તો કરવાથી જનતાના પ્રશ્નો ઉકેલાતા નથી. જૂના કામો પૂરા થશે અને અધિકારીઓ ગંભીરતા બતાવશે ત્યારબાદ જ તેઓ બેઠકમાં પરત ફરશે.

તંત્રમાં મચ્યો ખળભળાટ

સત્તાધારી પક્ષના જ ધારાસભ્ય જ્યારે પોતાની જ સરકારના વહીવટી તંત્ર સામે બાયો ચઢાવે ત્યારે સ્થિતિ ગંભીર બની જતી હોય છે. કેતન ઈનામદારના આ પગલાને કારણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. સાવલી વિસ્તારના રોડ-રસ્તા, પાણી અને સ્થાનિક પંચાયતના પ્રશ્નો લાંબા સમયથી લંબાઈ રહ્યા હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે.

વડોદરાના રાજકારણમાં કેતન ઈનામદાર હંમેશા તેમના નિખાલસ અને આક્રમક અંદાજ માટે જાણીતા છે. અગાઉ પણ તેમણે રાજીનામાનું હથિયાર ઉગામીને સરકારને દોડતી કરી હતી. હવે આ સંકલન બેઠકના બહિષ્કાર બાદ સરકાર અને સંગઠન દ્વારા તેમને મનાવવાના પ્રયાસો હાથ ધરાય છે કે કેમ તે જોવું રહ્યું.

TAGGED:Gujarat PoliticsKetan InamdarSankalan Baithak BoycottSavli MLAVadodara News
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print
ByGujarat Talk Team
Follow:
We bridge the gap between breaking news and meaningful analysis for the global Gujarati community.
Previous Article ગુજરાતમાં વાસી ઉત્તરાયણે પવનની ગતિમાં વધારો: પતંગબાજો માટે સાનુકૂળ માહોલ વચ્ચે ઠંડીનો ચમકારો
Next Article દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ 'BRICS Naval Exercise' માં ભારતે ભાગ કેમ ન લીધો? વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ બ્રિક્સની સત્તાવાર કવાયત નથી. જાણો આ નિર્ણય પાછળના ભૂરાજકીય કારણો અને ભારતની રણનીતિ. BRICS Naval Exercise માં ભારત કેમ સામેલ ન થયું? વિદેશ મંત્રાલયે સ્થિતિ સ્પષ્ટ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

ગુજરાતTop News

અમદાવાદના અસારવાથી ઉદયપુર વચ્ચે દોડશે નવી Vande Bharat Express: હિંમતનગર સહિત ગુજરાતના 21 શહેરો હવે હાઈ-સ્પીડ રેલ નેટવર્ક પર

By Gujarat Talk Team
ગુજરાતTop News

ગુજરાતની શાળાઓમાં ‘Bomb Threat’નો ફફડાટ: અમદાવાદ અને વડોદરાની 30થી વધુ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી

By Gujarat Talk Team
Gujarat TALK |  Updates & Viral Stories
Facebook Twitter Youtube Instagram Medium

About US


Gujarat TALK News: Your instant connection to breaking stories and live updates. Stay informed with our real-time coverage across politics, tech, entertainment, and more. Your reliable source for 24/7 news.

© Gujarat TALK News Network. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Contact
  • Accessibility statement